સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

રાજુલામાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવ્યો

રાજુલા કર્ણાટકમાં ભાજપની બહુમતી નહી હોવા છતા અને કોંગ્રેસ-જેડીયુ (એસ) ના ધારાસભ્યોને કરોડોની ઓફરો કરીને બિન લોકશાહી રીત રસમ અપનાવીને યેદીયુરપ્પાની સરકાર રચવામાં તો આવી પરંતુ સુપ્રિમ કોર્ટ દ્વારા બહુમતીનો સમય ૧૫ દિવસ ના બદલે ૨૪ કલાક નો જ આપવામાં આવતા લોકશાહીનો વિજય થયેલ હોવાના અહેસાસ સાથે બાબુભાઇ જાલેધરાની આગેવાનીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ છત્રજીતભાઇ ધોખડા, દિપભાઇ ધોખડા, તથા વિનુભાઇ શ્રીરામ તથા રાજુભાઇ જાની, રમેશભાઇ કાતરીયા તેમજ સોહિલભાઇ વિગેરે ઉપસ્થિત રહેલ હતા અને ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવેલ હતો. કર્ણાટકમાં ભાજપની યેદીયુરપ્પા સરકારના રાજીનામાંથી કોંગ્રેસ ગેલમાં આવી ગયેલછે. તસ્વીરમાં આતશબાજી સમયે ઉપસ્થિત કોંગી કાર્યકરો નજરે પડે છે.

(10:54 am IST)