સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

સોમનાથમાં ત્રિદિવસીય સંમેલનનો પ્રારંભ

પ્રભાસ પાટણઃ ત્રિદિવસીય ૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનના પ્રથમ દિવસે રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ભારતનાં પ્રખ્યાત કતક નર્તિકી ડો.નલિની જોષીએ કથકનૃત્ય કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારબાદ શ્રી વીણાપાણિ સમૂહ, ભોપાલનાં ૧પ કલાકારોએ ષોડશ સંસ્કાર વિષયક નાટક રજૂ કર્યું. ઉપસ્થિત સૌએ તેનો આનંદ લીધો અને તેને ખૂબ વખાણ્યું. આ સંમેલનનાં પ્રથમ દિે અંદાજીત ૬રપ પ્રતિભાગીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. આ ઉપરાંત ૧૬ જેટલાં સેકશન પ્રેસિડેન્ટ અને ૧પ જેટલા એ.આઇ.ઓ.સી.નાં ઇ.સી. સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીરમાં ઉપસ્થિત મહેમાનો સમક્ષ કથક નૃત્ય પીરસી રહેલા ડો.નલિની જોશી નજરે પડે છે.

(10:54 am IST)