સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં અમદાવાદનાં 3 સહિત 7 યુવકની ધરપકડ

ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 7 શખ્સો પકડાયા છે. આ 7 પૈકી 3 શખ્સો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ શખ્સોને આજે ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ગીર ગઢડાના બાબરીયા રેન્જના જંગલ વિસ્તારમાંથી પકડાયા 7 શખ્સોને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

(6:20 am IST)