સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

મોરબી : કલેકટરે જાહેરનામું બહાર પાડી દીધું પણ લોકો RTPCR ટેસ્ટ ક્યાં કરાવશે ? સુવિધા તો ઉપલબ્ધ કરાવો:મોરબી જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી ::જીલ્લામાં કોરોના મહામારીને પગલે કોરોના સુપર સ્પ્રેડર બની સકે તેવા શાકભાજીના છૂટક વેપારીઓ, નાસ્તાના ધંધાર્થીઓ તેમજ વાળંદ, બ્યુટીપાર્લરમાં કામ કરનાર તમામે કોવીડ રીપોર્ટ નેગેટીવ હોય તેવો રીપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત રાખવાનો રહેશે

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા નગરપાલિકા વિસ્તાર તેમજ રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શકત શનાળા તા. મોરબીના મહેસુલી વિસ્તાર તેમજ મોજે ટંકારા અને જબલપુર, તા. ટંકારાના ગામોના મહેસુલી વિસ્તારમાં કોવીડ રીપોર્ટ નેગેટીવ હોવા બાબતનો આરટીપીસીઆર રીપોર્ટ દસ દિવસથી વધુ સમયનો ના હોય તેવો ધંધાના સ્થળે ફરજીયાત રાખવાનો રહેશે

કોને કોને રાખવો પડશે કોવીડ નેગેટીવ રીપોર્ટ

• શાકભાજીના છૂટક/જથ્થાબંધ વિક્રેતા

• હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ

• ખાણીપીણી લારી ગલ્લાવાળા

• રીક્ષા/ટેક્ષી-કેબવાળા/ ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર અને ક્લીનર

• પાનના ગલ્લા-ચાની કીટલી અને દુકાન

• હેર સલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા ઈસમો

• ખાનગી સિક્યુરીટી એજન્સીના ગાર્ડસ અને સ્ટાફ

• સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેક્ટ્રીશીયન, પ્લમ્બર ટેકનીશીયન

• શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં વેચાણ વિતરણ કરનાર

 

આ જાહેરનામું મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા નગરપાલિકા ઉપરાંત મોજે રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શકત શનાળા, મોરબીના મહેસુલી વિસ્તાર ઉપરાંત મોજે ટંકારા અને જબલપુર તેમજ ટંકારાના ગામોના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે

મુક્તિપાત્ર/અપવાદ

કોવીડ ૧૯ અંતર્ગત રસીનો ડોઝ લીધેલ હશે તેવા લોકોને લાગુ પડશે નહિ રસીકરણ બદલનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગ્યે રજુ કરવાનું રહેશે

હુકમની અમલવારી તા. ૨૦-૦૪ થી ૧૦-૦૫ સુધી કરવાની રહેશે

(3:35 pm IST)