સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

બાબરા કોટડાપીઠા ગામ કન્ટેનમેન્ટ ઝોન જાહેર તો કર્યું પણ મેડિકલ ઓફિસર સહિત સ્ટાફની અછત

કલેકટરને રજુઆત કરતા પ્રભાતભાઇ કોઠીવાળ

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા. ૨૧: બાબરા તાલુકાના કોટડા પીઠા ગામમાં કોરોના કેસનો સતત વધારો થતાં જિલ્લા કલેકટર દ્વારા કોટડા પીઠા ગામને કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યું છે આ ગામમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાબરા તાલુકાના કોટડા પીઠા સીટના જીલ્લા પંચાયત ના સદસ્ય અને સામાજિક આગેવાન પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા અમરેલી જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે કોટડા પીઠા ગામને કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યું છે પણ મેડીકલ સ્ટાફના કર્મચારીઓને ડેપ્યુટીટેસન પર મુકી દેવામાં આવીયા છે કોટડા પીઠાના મેડિકલ ઓફિસર અગ્રાવત અને બાબરા સીવીલ હોસ્પિટલના ડો.સાકીર વોરાને ડેપ્યુટેશન પર અન્ય શહેરોમાં મુકતા કોરોના દર્દીઓની હાલત કફોડી બની છે દર્દીઓને સારી સારવાર મરે તે માટે તુરંત મેડીકલ સ્ટાફ વધારે મુકવામાં આવે તેમજ ડેપ્યુટેશન પર ગયેલા ડોકટર અગ્રાવત અને ડોકટર સાકીર વોરાને તત્કાળ ધોરણે કોવિડ કામગીરી મા બાબરા તાલુકામા મુકવામાં આવે તેમજ તાલુકા લેવલે આર ટીસીપીસીઆર કોરોના ટેસ્ટ કામગીરી વધારવામાં આવે તેમજ બાબરા તાલુકામાં કોવિટ સેન્ટર ખોલવામાં આવે તમામ સુવિધાઓ ઉપલબ્ધ સાથે જેથી કરી કોરોના ઇમર્જન્સી દર્દીઓને સારવાર મળી રહે કોટડા પીઠા વિસ્તાર તેમજ ખંભાળા વિસ્તારમાં તુરંત મેડીકલ સ્ટાફ ફાળવી ગામે ગામ લોકોનુ આરોગ્ય ચકાસણી કરવી જરૂર છે કોરોના મહામારી એઆ વિસ્તારમાં અનેક લોકોનો ભોગ લીધો છે.

જીલ્લા પંચાયતના જાગ્રુત સભ્ય અને અડધી રાતના હોંકારો સમાન આગેવાન પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા અમરેલી જિલ્લા કલેકટર તેમજ રાજયના આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત કરી છે બાબરા પંથકમાં કોરોનાની સારવાર માટે બાબરા તાલુકાના કોવિડ હોસ્પિટલ ખોલવામાં આવે તેમ જણાવ્યું છે.

(12:56 pm IST)