સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

મોરબીમાં રેમડેસિવિર ઇન્જેકશનો નહીં આવતા અવ્યવસ્થા

મોરબી : વી સી હાઈસ્કૂલ ખાતે મધ્યસ્થ કેન્દ્ર શરુ કરી રેમડેસીવર ઇન્જેકશન વિતરણ કરાશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને સવારે ૯ થી ૧૨ સુધી ઇન્જેકશન વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પ્રથમ દિને ઇન્જેકશનનો સ્ટોક જ સમયસર નહિ આવતા સવારે વિતરણ શરુ થઇ શકયું ના હતું. પ્રાંત અધિકારી ડી એ ઝાલાએ જણાવ્યું હતું કે મોરબીમાં ૬૦૦ ઇન્જેકશનનો જથ્થો ફાળવવામાં આવ્યો હોય જેમાં સિવિલ અને પેટા સિવિલને બાદ કરતા ૪૧૪ જેટલા ઇન્જેકશન લોકો માટે વિતરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું વી.સી.હાઈસ્કૂલ ખાતે બે કાઉન્ટર કાર્યરત કર્યા હતા જેમાં એક કાઉન્ટર પર હોસ્પિટલના દર્દીઓ જયારે બીજા કાઉન્ટર પરથી કોરોના કેર સેન્ટરમાં દાખલ થયેલ તેમજ હોમ આઈસોલેશનમાં હોય અને ડોકટર દ્વારા પ્રિસ્ક્રીપ્શન આપેલ હોય તેવા દર્દીઓને ઇન્જેકશન વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઇન્જેકશન જથ્થો નહીં આવતા દર્દીઓના સગાઓની લાઇનમાં અવ્યવસ્થા સર્જાઇ હતી તે તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ -મોરબી)

(12:50 pm IST)