અંજાર : કાળી પત્ની નહીં ગમતા પતિએ કરી હત્યા
પત્ની પિયર ભાગી ગઇ હોવાનું બહાનું બનાવ્યું પણ પોલીસ પૂછપરછમાં ભાંગી પડયો
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : અંજારના મથડા ગામે પોતાની પત્નીની હત્યા કરી તેણી પિયર ગઈ હોવાનું બહાનું બનાવનાર પતિ ઝડપાઈ ગયો છે. પોલીસે અસગર જુસબ આગરિયા નામના યુવાન પતિની ધરપકડ કરી છે.
ચારેક મહિના પૂર્વે પરણેલા અસગરને તેની પત્ની સલમા કાળી હોઈ ગમતી ન્હોતી. પણ ગત ૧૯/૪ ના પોતાના સસરા જુમાભાઈ આગરિયા ને સલમા પિયર ભચાઉ ભાગી ગઈ હોવાનું ફોન ઉપર જણાવ્યું હતું. જોકે, પુત્રી ઘેર ન પહોંચતાં પિતાએ અંજાર પોલીસને જાણ કરી હતી.
પોલીસની વધુ પુછપરછ દરમ્યાન અસગર ભાંગી પડ્યો હતો અને પોતે સલમાને દીવાલમાં માથું પછાડી ગળુ દબાવી મારી નાખી હોવાનું કબૂલ્યું હતું. પત્ની કાળી હોઈ ગમતી ન્હોતી એટલે પોતે હત્યા કરી હોવાનું પતિ અસગરે પોલીસ સમક્ષ કબૂલાત કરતાં ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.