સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલ સંચાલકોની ગંભીર બેદરકારી મામલે ફરિયાદ

અયોધ્યાપૂરી રોડ પરની હોસ્પિટલના સંચાલકોની બેદરકારી મામલે કોમ્પ્લેક્ષના જ વેપારીઓની આરોગ્ય તંત્રને ફરિયાદ

મોરબીના અયોધ્યાપૂરી મેઈન રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલ અને નિદાન લેબોરેટરી દ્વારા કોરોના દર્દીના બ્લડ સેમ્પલમાં વપરાયેલ રૂ અને ઇન્જેક્શન જેવી હાનીકારક વસ્તુઓ જાહેરમાં ફેકી ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોય જે મામલે આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી છે

મોરબીના અયોધ્યાપૂરી મેઈન રોડ પરના રુદ્રાક્ષ પ્લાઝામાં આવેલ શુભ હોસ્પિટલ અને નિદાન લેબોરેટરી અંગે કોમ્પ્લેક્ષના જ વેપારીઓએ મોરબી જીલ્લા પંચાયતની આરોગ્ય શાખાને રજૂઆત કરી જણાવ્યું છે કે રુદ્રાક્ષ પ્લાઝામાં તેઓ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય અને અહી ડો. રાકેશ સરડવાની શુભ હોસ્પિટલ આવેલ છે તેમજ હોસ્પિટલ નીચે પહેલા માળે ડો. રાકેશ સરડવાના પત્નીની નિદાન લેબોરેટરી આવેલ છે અહી દરરોજ દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં વપરાયેલ લોહીવાળા રૂ અને ઇન્જેક્શન તેમજ અન્ય કચરો પગથીયાથી નીચે પાર્કિંગ સુધી જોવા મળે છે

જેનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી હોસ્પિટલ અને લેબોરેટરી સ્ટાફની છે તેમજ દર્દી અને તેના સગાઓ આખો દિવસ લેબોરેટરી બહાર લોબીમાં અમારી દુકાનના દરવાજા પાસે બેસી રહે છે જેની લેબના સંચાલકોને ઘણી રજૂઆત કરવા છતાં દર્દીઓ ત્યાં જ બેસશે તેવો જવાબ મળ્યો હતો દર્દીઓ આવતા હોવાથી દુકાનદારોને ચેપ લાગી સકે છે જેથી આવી અવ્યવસ્થાને પગલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં વિનંતી કરીએ છીએ કે ધ કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હોસ્પિટલ અને લેબોરેટરી સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાયદાકીય યોગ્ય પગલા લેવા માંગ કરી છે

(9:46 pm IST)