સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st April 2019

હડમતિયા ગામના મોભી સૌથી વયોવૃદ્ધ ૧૦૮ વર્ષના ભીમાબાપાનો દેહવિલય: માલધારી સમાજમાં શોક

છેલ્લા વર્ષથી પેરાલીસીસને કારણે પથારીવસ હતા

ટંકારા: તાલુકાના હડમતિયા ગામના માલધારી સમાજના ભીમજીભાઈ ખોળાભાઈ અજાણા “ભીમાબાપા”ના હુલામણા નામથી જાણીતા હડમતિયા ગામના સૌથી વયોવદ્ધ ૧૦૮ વર્ષની સતાયુ વટાવી ચુકેલ વ્યકિત હતા.જેઓનો આજે દેહવિલય થતા હડમતિયા ગામમાં તેમજ માલધારી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. છેલ્લા એક વર્ષથી પેરાલિસિશની અસરથી પથારીવશ હતા

દાદાશ્રી પરોઢીયે ગામના ગોંદરે પશુઓને એકઠા કરવા “વાંભોળો” (પશુને બોલાવા કરાતો અવાજ) આખા ગામની ગલીઓમા સંભળાતો અને પશુ દોડતા ગામના ગોંદરે આવી જતા.ભીમાબાપા ગમે તેવા મારકણા કે દોહવા ન દેતા ગાય કે ભેંસ પર અકવાર વ્હાલસોયો હાથ ફેરવતા તે પશુ કાયમ માટે પ્રેમાળ બની શાનમાં સમજી જતુ હતું.
દાદાને સવારમા છેલ્લા બે વર્ષથી શિરામણ કરતા હતા ત્રણ રોટલીમાંથી બે રોટલી આંગણે આવતી ગાય માટે ખિસ્સામા નાખી દેતા અેક પોતે જમતા આમ પોતાનુ પેટ બાળી ગાયમાતાનું પેટ ઠારતા. આ નિત્યક્રમ બે વર્ષથી ચાલ્યો આવતો અેકદિવસ અોંચિતા પથારીવશ થતા તેમના જયેષ્ઠ દિકરાને ગાય ડેલીઅે આવતા દાદાઅે શાનમા ઈશારો કર્યો કે અેક રોટલી હું ખાતો અને બે રોટલી ગાયને નાખતો અેટલે તે આવી છે માટે તેનુ શિરામણ આપ,,  ત્યારે જયેષ્ઠપુત્રને ખબર પડી કે બે રોટલી પરિવારને ન ખબર પડે તેમ ગાયમાતાને જમાડી દેતા.

(7:49 pm IST)