સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st April 2019

ટગા ગામે ગેરકાયદેસ ખનન પર દરોડો : ૮૩ લાખના વાહનો જપ્ત

ગાંધીઘામ :  રાપર તાલુકમાના ટગા ગામે શખસો તળાવમાંથી ગેરકાયદેસ રીતે  માટીનુ઼ ખનન કરતા હતાં. પોલીસે  દરોડો પાડતા તમામ શખ્સો  નાસી છૂટયા હતા. પોલીસે આ જગ્યાએથી  રૂ.૮૩ લાખના વાહનો જપ્ત કર્યા હતા.

 રાપર સીપીઆઇ અને સ્ટાફ આગામી ચૂંટણી સંદર્ભે ટગા ગામમાં પેટ્રેોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મળતા ગામના તળાવ પાસે આ ટીમ પહોંચી ગઇ હતી. જયાં ગેરકાયદેસર રીતે  ખનીજ તત્વોનું ખનન  થઇ રહ્યું હોય આ કૃત્ય કરનાર શખ્સો પોલીસને જોઇને નાસી ગયા હતા. પોલીસે ત્યાંથી એક હિટાચી મશીન, ત્રણ ટ્રક અને એક પ્લેટફોર્મ ટ્રક એમ કુલ રૂ. ૮૩ લાખના વાહનો જપ્ત કર્યા હતા.

ટગા ગામનો કાસમ રમઝાન ભટ્ટી નામનો શખ્સ ગેરકાયદેસર કૃત્ય કરતો હોવાનું અને તેની સાથે તેના ભાઇ  અલાઉદીન રમઝાન ભટ્ટી, ગુલામ રસુલ, દીનમામદ કાસમ હિંગરોજા, મામદ રમઝાન હોવાનું પોલીસે જણાવ્યું હતુ. આ દરોડાથી ખનિજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

(12:17 pm IST)