સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st April 2019

દેવભૂમિ દ્વારકામાં ચૂંટણી અનુસંધાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત

દ્વારકાઃ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી  મંગળવારે લોકસભાના મતદાન વેળાએ  નાગરિકો નિર્ભિક બની શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદના સીધા માર્ગદર્શન હેઠળ એસપી પ્રશાંત સુબ્બે તથા ડીવાયએસપી વ્યાસ, મિલાપ પટેલના  વડપણ હેઠળ સમગ્ર જિલ્લાની  પોલીસ દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી ો. આ બાબતે એસપી રોહન આનંદે  જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ  પૈકીના ૪૩ મતદાન મથકો સંવેદનશીલ છે ત્યાં પોલીસ બંદોબસ્તની સાથે એસઆરપી, સીઆરપીએફ ના હથિયારધારી જવાનોને  બંદોબસ્તમાં  મૂકવામા આવ્યા છે.  આ ઉપરાંત દરેક બૂથ ઉપર હોમગાર્ડ તથા જીઆરડીના  જવાનોને ફરજ નિયુકત કરવામાં આવ્યા છે.

(12:16 pm IST)