સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st April 2018

લોધીકાના ઢોલરા શ્રી રામદેવપીર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : પ૧ કુંડી મહાયજ્ઞ

ઢોલરા, તા. ર૧ : ભગવાન શ્રી રામદેવપીર મંદિર, ઢોલરા, તા. લોધીકા, જી. રાજકોટ ખાતે તા. ર૧ થી ર૪ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અલખધણી એવા શ્રી રામદેવપીર મહારાજ તેમજ શ્રી ખોડીયાર માતાજી અને કષ્ટભંજન દેવ એવા શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય મંદિરમાં પ૧ કુંડી મહાયજ્ઞના આયોજન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય પદે વેદાંતરત્ન શાસ્ત્રી પિયુષભાઇ જોષી રહેશે.

રવિવાર તા. રરના વિવિધ પૂજાવિધી , પ્રધાન હોમ, દેવતાઓની નગરયાત્રા યોજાશે. સાંજે ૮:૩૦થી ભવ્ય લોકડાયરો શરૂ થશે, જેમાં હરદેવભાઇ આહીર સાહિત્ય અને હાસ્ય અલ્પાબેન પટેલ, મિલન કાકડીયા, પલ્લવીબેન પટેલ, જેમંતભાઇ દવે જેવા નામચીન કલાકારો ભજનની રમઝટ સાથે શ્રોતાઓને ડોલાવશે. તા. ર૩ સાંજે પ થી ૯ માતાજીના ગરબાનો કાર્યક્રમ અને તા. ર૪ના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી રામદેવજી મહારાજ ખોડીયાર માતાજી અને હનુમાનજી મહારાજના સ્વરૂપોનું ધાર્મિકવીધી સાથે નિજ મંદિર તરફ પ્રયાણ થશે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ.પૂ. મહંતશ્રી ખોડુબાપુ (માટેલ ધામ, માટેલ), પ.પૂ. મહંતશ્રી કરશનદાસ બાપુ (પરબધામ), પ.પૂ. મહંતશ્રી વાસુદેવબાપુ (પીપળી ધામ), પ.પૂ. મહંતશ્રી આનંદસિંહ તંવર (બાબા રામદેવ સમિતિ, રામદેવરા, રાજસ્થાન), પ.પૂ.શ્રી વલ્લભદાસબાપુ (ઢોરાવાળી ખોડીયાર માતાજી, મું ઢસા, જી. ભાવનગર), પ.પૂ. મહંતશ્રી સુતીક્ષણદાસ બાપુ, ગુરૂશ્રી કરશનદાસ બાપુ (મુ. ખીરસરા, તા.જેતપુર), પ.પૂ. સંતશ્રી પ્રકાશગીરી બાપુ (ભોકેશ્વર મહાદેવ મંદિર, થોરડી), પ.પૂ. મહંતશ્રી રાજરામબાપુ (આનંદી આશ્રમ, સીતરામ ગૌશાળા, વાડધરી), પ.પૂ. મહંતશ્રી રવિદાસબાપુ (રામાપીર મંદિર, ચંપકનગર, રાજકોટ), પ.પૂ. મહંતશ્રી મંગળદાસબાપુ (હનુમાન આશ્રમ, વલારડી), પ.પૂ. મહંત્રી હરીભગત (હીરાભગતની જગ્યા, જુના રણુજા ધામ-કાલાવડ), પ.પૂ. મહંતશ્રી બજરંગદાસ શાસ્ત્રી બાપુ (રણુજા મંદિર, કોઠારીયા), પ.પૂ. મહંતશ્રી મુનાબાપુ (દેવાંગી અમર આશ્રમ-ગોંડલ), પ.પૂ. મહંતશ્રી સીતારામબાપુ (હળમતીયા-બેડી), પ.પૂ. મહંતશ્રી ચનારામબાપુ (લતીપર), પ.પૂ. મહંતશ્રી વિજયબાપુ (સતાધાર), પ.પૂ. મહંત્રી મસ્તારામબાપુ (કણકોટ), પ.પૂ. મહંતશ્રી રાણીકદાસબાપુ (કોઠારીયા રણુજા), પ.પૂ. મહંતશ્રી બચુબાપુ (જખરાપીર પાળ), પ.પૂ. મહંતશ્રી સીતારામ બાપુ(જીવાય સતાધાર), પ.પૂ. મહંત્રી ટીડાભગત (આંબેવ પીરની જગ્યા, પાળ), પ.પૂ. મહંત્રી હરસિદ્ધિ આશ્રમ, હરીપુર, મેંદરડા જેવા ધર્મધુરંધરો હાજર રહી આર્શિવચન પાઠવશે. આ ધાર્મિક કાર્યક્રમોમાં પધારવા અને રોજેરોજ મહાપ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને મહંત્રીશ્રી સુરેશબાપુએ અનુરોધ કર્યો છે.

(11:16 am IST)