સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st March 2023

દ્વારકા - ભારતીય નૌકાદળના INS કરુવાએ 7 ખાલસીઓને બચાવીને ઓખા બીચ પર લાવ્યા ઓખાથી 80 નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી

દ્વારકા - ભારતીય નૌકાદળના INS કરુવાએ 7 ખાલસીઓને બચાવીને આજે ઓખા બીચ પર લાવ્યા હતા.ઓખાથી 80 નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે સમયે માછીમારે ચેનલ નંબર 16ની મદદ લીધી હતી, જે દરમિયાન ભારતીય નૌકાદળનું INS કરુવા તેના રૂટીન પેટ્રોલિંગ પર હતું.ભારતીય નૌકાદળનું જહાજ INS કરુવા કર્મચારીઓએ ફિશિંગ બોટની અંદર એકઠું થયેલું 30 ટન પાણી દૂર કર્યું અને 7 ખાલસીઓને ભારતીય નૌકાદળના જહાજમાં લઈ ગયા અને ત્યારબાદ તમામ 7 ખાલસીઓને પ્રાથમિક આરોગ્ય તપાસ બાદ ઓખા મરીન ખાતે લઈ જવામાં આવ્યા હતા .આઈએનએસ દ્વારકાના અધિકારીઓને કિનારે સોંપવામાં આવ્યા અને અધિકારીઓ અને નેવીના જવાનોએ આગળની સત્તાવાર કાર્યવાહી કરીને તમામ ખાલસીઓના જીવ બચાવીને તેમની ફરજ બજાવી હતી

(9:23 pm IST)