સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

મોરબી-કચ્છ હાઈવે પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી એસ.ઓ.જી ટીમે મોરબી-કચ્છ હાઈવે પર આવેલ કાજરડા ગામના પાટિયા નજીકથી એક ઇસમને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.આલની સુચનાથી મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબી-કચ્છ હાઈવે પર આવેલ કાજરડા ગામના પાટિયા નજીક આવેલ નાવ્જિયન નામની હોટલ પાસેથી આરોપી ઇકબાલ આદમ જેડા રહે- સુરજબારી જી.ભુજ વાળાને દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ કીમત રૂ.૨૦૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)