સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ પર છ શખ્સોનો હુમલો, ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી પંથકમાં લુખ્ખા અને અસામાજિક તત્વો બેખોફ બની ગયા હોય અને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે જેના જીવંત ઉદાહરણ સમાન આજે સિરામિક ફેક્ટરીમાં ચાર શખ્શોએ આતંક મચાવીને સિરામિક એસોના પૂર્વ પ્રમુખ અને કારખાનેદારને માર મારી લૂંટ ચલાવી હતી.જે મામલે સિરામિક એસોના પૂર્વ પ્રમુખે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

        બનાવની મળતી માહિતી મુજબ સિરામિક એસોના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સુખદેવભાઈ લાલજીભાઈ પટેલ તેની માર્બોમેક્સ નામની ફેક્ટરીએ હોય ત્યારે ચાર ઈસમો ફેક્ટરીમાં આવ્યા હતા અને લોખંડના પાઈપ વડે કારખાનેદારને માર મારી સોનાનો ચેન, ઘડિયાળની લૂંટ ચલાવી નાસી ગયા હોવાનો બનાવ બન્યો હતો

        તો સીરમિકા એસોના પૂર્વ પ્રમુખ પર થયેલા હિચકારા હુમલાને પગલે અગ્રણી ઉદ્યોગપતિ હોસ્પિટલ દોડી ગયા હતા અને સુખદેવભાઈ ના ખબર અંતર પૂછ્યા હતા તેમજ બનાવથી ઉદ્યોગપતિઓમાં રોષ જોવા મળ્યો હતો આ મામલે જીલ્લા કલેકટર અને એસપીને રજૂઆત કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી

આ બનાવ મામલે સિરામિક એસોના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈ ઉર્ફે સુખાકાકા લાલજીભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હસમુખ ખોડાભાઈ ભરવાડ, નીલેશ ખોડાભાઈ ભરવાડ, સતીષ ખોડાભાઈ ભરવાડ, મુમા દુદાભાઈ ભરવાડ, નરેશ ખોડાભાઈ ભરવાડ અને ખોડાભાઈ જગાભાઈ ભરવાડ રહે-બધા રફાળેશ્વર વાળાએ ફરિયાદી સુખદેવભાઈના કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરી કારખાનાની બાજુમાં દીવાલને અડીને આરોપીઓએ ગેરકાયદેસર દુકાન બનાવતા હોય જે દુકાન બનાવવા પાર્ટનરોએ આરોપીઓને નાં પાડતા તેની દાજ રાખી ફરિયાદી સુખદેવભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી પાઈપ વડે માથામાં તથા શરીરે ઈજા કરી સુખાદેભાઈના ખિસ્સામાંથી રૂ.૧૫૦૦૦, ગળામાંથી સોનાનો ચેઈન કીમત રૂ.૬૦૦૦૦, કાંડા ધડીયાળ રાડો કંપની કીમત રૂ.૧૦૦૦૦ અને સાહેદ ભરતભાઈનો એપ્પલ કંપનીનો મોબાઈલ કીમત રૂ,૫૦૦૦ એકમ કુલ મળી રૂ.૯૦૦૦૦ ની લુટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

(4:45 pm IST)