સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

મોરબી રાજકોટ હાઇવે પર ટ્રક ડિવાઈડર ટપી ગયો

મોરબી  : મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસમાતો સર્જાયા કરે છે જેમાં મહામુલી માનવ જિંદગીનો ભોગ લેવાય છે.તો હાલ માં મોરબી રાજકોટ હાઈવે ફોરટ્રેક રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે રોડ પર ચાલતા કામને કારણે અકસ્માતો સર્જ્ય કરે છે. રાજકોટ થી કચ્છ તરફ લાકડાં ભરીને જતા ટ્રક ન.જીજે 11 ઝેડ 7018ના ચાલક દ્વારા ડિવાઈડર ટપી અને સામેની સાઈડમાં આવી ગયો હતો અને રોંગ સાઈડમાં ટ્રક ચાલ્યા બાદ મોરબી થી રાજકોટ તરફ જતી અલ્ટો કાર સાથે ધડાકાભેર અથડાયો હતો જેમાં ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો જ્યારે અલ્ટો કારમાં સવાર લોકો ને સારવાર અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ડિવાઇડર થી સામેની સાઈડ લાકડાં ભરેલો ટ્રક આવી જતા રોડ પર લાકડાં વેરાઈ ગયા હતા.લાકડા રોડ પર વેરાઈ જતા થોડીવાર માટે ટ્રાફિકજામના દર્શ્યો જોવા મળ્યા હતા.

(4:00 pm IST)