સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

મોરબી જિલ્લાને મગફળીના પાક વીમામાં હળાહળ અન્યાય મામલે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી: મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લાને મગફળીના પાક વીમામાં અન્યાય કરવામાં આવતા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

જેમાં તેમેણ રજુઆત કરી  છે કે મોરબી જિલ્લામાં ૨૦૧૮ના વર્ષમાં  મગફળીના વીમા સામે ૧૦૮ કરોડની રકમ મંજુર કરી હતી. જયારે તાલુકામાં 38000 હેક્ટરનું ધિરાણ લેવામાં આવ્યું હોવા છતાં તેની મગફળીનો પાક વીમો રૂ.૫૫ કરોડ તથા કપાસના પાક માટે માત્ર 75 લાખ મંજુર કરીને ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી છે.જો કે ગત વર્ષ દરમિયાન  મોરબી-માળીયા(મી) વિસ્તારમાં શરૂઆતથી જ ઓછો વરસાદ પડ્યો છે જેથી વાવણી મોડી થઇ વરસાદ ખેંચાતા પાક બળી ગયો. એટલું જ નહીં ખરીફ પાક માટે નર્મદાનું સિંચાઇનું પાણી ન આપીને હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. ક્રોપ કટિંગ વખતે પણ  ખેતરે જઈને વીમા કંપની અને સરકારી અધિકારીઓને જે તે વખતની સ્થિતિથી વાકેફ કર્યા હતા તેમ છતાં ખેડૂતોએ વાર્ષિક વીમા માટે જે પ્રિમયમ ચૂકવેલું તેના કરતા આર્થિક વળતર ઓછું મળ્યું છે. ખેડૂતોના હિતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા, ખેડૂત સંમેલનોમાં તથા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી તેમ છતાં વાતને ગંભીરતાથી લેવામાં આવી નથી.

(3:32 pm IST)