સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

મોરબીના રામગઢ(કોયલી) ગામે જુગાર રમતા છ શકુની ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રામગઢ(કોયલી)માં  જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,

મોરબી તાલુકાના પોલીસ મથકના પી.એસ.આઈ. એન.જે.રાણાની સુચનાથી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રામગઢ(કોયલી) ગામે જાહેરમાં જુગાર રમતા લીંબાભાઈ ભુરાભાઈ ભીમાણી, નિતેશભાઈભાઈ રામજીભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ ડાયાભાઇ પનારા, રવીન્દ્રભાઈ વનમાળીદાસ કુબાવત, દિનેશભાઈ દેવશીભાઈ પનારા અને ગોવિંદભાઈ હરજીભાઈ પનારા રહે-બધા રામગઢ(કોયલી)વાળાને રોકડ રકમ રૂ.૩૪,૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:07 pm IST)