સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

૪૯ લાખનું ફૂલેકુ ફેરવીને વેપારી નાસી જતા ભેંસાણ યાર્ડ સતત ત્રીજા દિવસે બંધ

જુનાગઢ, તા. ર૦ : વેપારીઓની હડતાલને લઇને ભેંસાણ યાર્ડ ત્રીજા દિવસે પણ બંધ રહ્યું છે.

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં પાટીદાર ટ્રેડીંગ કંપની નામની વેપારી પેઢી ધરાવતો જયસુખ રફાડીયા નામના વેપારીએ યાર્ડના વેપારીઓ પાસેથી રૂ. ૪૯ લાખની કિંમતના જીરૂની ખરીદી કરી હતી, પરંતુ આ શખ્સ વેપારીઓને નાણા આપ્યા વગર રફુચક્કર થઇ ગયો હતો.

આથી ભેંસાણ યાર્ડના વેપારીઓએ બે દિવસ અગાઉ પોલીસને ઉગ્ર રજૂઆત કરી હતી અને હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આજે પણ ત્રીજા દિવસે વેપારીઓની હડતાલ યથાવત રહેતા ભેંસાણ યાર્ડ બંધ રહ્યું છે. દરમિયાનમાં ફુલેકુ ફેરવનાર વેપારી પાસેથી નાણા કઢાવવા પોલીસ અને યાર્ડના સુત્રધારોએ પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળેલ છે.

(3:53 pm IST)