હાલ ભાજપમાં જોડાતા હોવાનો ઇન્કાર કરતા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી,એસ,જાડેજા :ગમે ત્યારે મોટો ધડાકો થવાના એંધાણ
ખંભાળિયા :દ્વારકા જિલ્લા પ્રમુખ અને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન એવા પી,એસ ,જાડેજા ભાજપમાં જોડાઈ રહ્યાંની ચર્ચા વચ્ચે તેઓની નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે ત્યારે આજે સાંજે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ તેની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા આ વેળાએ પી.એસ.જાડેજાએ પોતે ભાજપમાં જોડાતા હોવાનો ઇન્કાર કર્યો હતો
જોકે આધારભૂત સુત્રોમાંથી મળતી વિગત મુજબ પી,એસ, જાડેજા આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ તો નવાઈ હતી જોગાનુજોગ જામનગર પંથકના આગેવાન હાલમાં દિલ્હી હોય આ અટકળને વેગ મળે છે અને નજીકના દિવસોમાં મોટી નવાજૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે
પાસના કન્વીનર અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલ જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તેવી શકયતા વચ્ચે હાલમાં હાર્દિક પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે અને ભાણવડ જતા પહેલા ખંભાળિયા પહોંચ્યા હતા જ્યાં હાર્દિક પટેલે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સાથે મુલાકાત કરીને હોસ્પિટલમાં દાખલ પી,એસ,જાડેજાની પણ વિક્રમ માડમ સાથે મુલાકાત લીધી હતી