સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

પોરબંદરમાં 150 સીસીટીવી કેમરાની રહેશે બાજનજર

ગુન્હેગારોનો શહેરમાં પ્રવેશ,ચોરીની વાહન થશે ડિટેકટ :ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર કેમેરામાં થશે કેદ

 

પોરબંદર :પોરબંદર શહેરમાં 150 સીસીટીવી કેમેરા મારફત નજર રખાશે રાજ્યના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પર 150 જેટલા CCTV કેમેરા લાગવાયા છે જેનાથી ચોરી, લૂંટ તથા અકસ્માતની ઘટનાઓ પર નજર રહેશે. પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર તમામ કેમેરાનું કંટ્રોલ જૂની એસપી કચેરી પરથી કરવામાં આવશે.

   કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી બંધ કરીશકાશે. આગામી સમયમાં ઝડપી ટેક્નોલોજીના ઉપયોગથી -ચલણ પદ્ધતિ પણ આવશે.ફેસ ડિટેક્ટર અને નંબર પ્લેટ ડિટેક્ટર પણ ઉપયોગમાં લેવામાં આવશે.

    એક મહિનાની અંદર તમામ CCTVકેમેરા ચાલુ થઇ જશે. પોરબંદરના જાહેર સ્થળો પર અને રસ્તાઓ પર થતી ગુનાહિત પ્રવૃતિઓને અટકાવી શકાશે. ફેસ ડિરેક્ટર દ્વારા કોઈપણ ગુનેગાર પોરબંદરમાં પ્રવેશે તો તેનો પણ પોલીસને જાણ થઈ જશે. કોઈપણ ચોરીનું વાહન પણ તેમાં ડિટેક્ટ થઈ જશે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારતેમાં કેદ થઇ જશે.

ગાંધીજીનું જન્મસ્થળ એવું પોરબંદર આગામી સમયમાં ગુનાખોરી મુક્ત બનશે અને નાગરિકો માટે સેફ પોરબંદર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

(10:49 pm IST)