સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

પોરબંદર જીલ્લામાં મગફળીના તળિયે ગયેલા ભાવ સામે કોંગ્રેસનો રોષઃ શનિવારે ધરણા

પોરબંદર તા. ર૧ : શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ મગફળી, ધાણા, જીરૂ અને ચણાના તળિયે ગયેલા ભાવનના પ્રશ્ને કલેકટર કચેરી ખાતે તા.ર૪મીએ સવારે ૧૦ વાગ્યે ધરણા અને ઘેરાવ કાર્યક્રમ રાખેલ છે અર્જુનભાઇ મોઢવડીયાની આગેવાનાની હેઠળ ધરણા યોજાશે.

કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે ખેડુતોના ઘરમાં પડેલ મગફળી, ધાણા, જીરૂ અને ચણાના ભાવની અત્યારે કોઇપણ પ્રકારની લેવાલ નથી. મગફળીનો ભાવ રૂ.૬રપ એ પહોંચી ગયો છ.ે ધાણા, જીરૂ અને ચણાના ભાવ પણ ખેડુતોના ઘર આવવાની સાથે ગગડી ગયા છે.

મગફળીના ટેકાના ભાવે સરકારે ખેડુતોની મગફળી નહિવટ જેની ખરીદી છ.ે ટેકાના ભાવેથી ખરીદાયેલ મગફળીમાં ૭૦ ટકા મગફળી આગેવાનોએ તળિયાના ભાવે ખરીદીને ખેડુતોના નામે ટેકાના ભાવે સરકારને આપી છે ને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. ખેડુત અને ખેડુતોને ૩ મહિના થવા આવ્યા છતા ભાજપે સરકારે હજી ખેડુતોને મગફળીનું ચુકવણુ કર્યુ નથી.

માર્કેટીંગ યાર્ડમાં અત્યારે ૩૦૦૦ ખેડુતોના નામ ટેકાને ભાવે ખરીદી કરવા માટે ચુંટણી પહેલા સરકારે કરેલ જાહેરાત મુજબ નોંધાવી દીધેલ છે છતા ગયા પછી હજી સુધી આ મગફળીની ખરીદી કરેલ નથી. આ મગફળી તાત્કાલીક ખરીદવામાં નહી આવે તો મગફળીમાં મુંડા પડી જશે. તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ છે.

(1:13 pm IST)