સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

કાલે રાત્રે આકાશમાં ખગોળીય ઘટના- 'ખાદલી': ભર ઉનાળે માવઠાની આગાહી

ચોમાસામાં પાછોતરો વરસાદ સારોઃ ટંકારાના ખાનપર નેસડાના કિશોરભાઇ ભાડજા

 ટંકારા તા. ૨૧ : ટંકારા તાલુકાના ખાનપર નેસડાના કિશોરભાઇ ભાડજાએ જણાવ્યું છે કે, આ એક ખગોળ ઘટના છે જેને આપણે ખાદલીના નામે ચૈત્ર સૂદ પાંચમની રાત્રે આકાશ મા નિહાળી એ છીએ ક્રુતીકા નક્ષત્રને છોકરા કહેવાય રોહણી નક્ષત્રને માલના ગાડાથી ઓળખાય છે. ચંદ્રને વસિયાત એટલે કે વેપારી કહેવાય છે અને મુગ્સીષ નક્ષત્રને રખેવાળ નક્ષત્ર કહેવાય છે. ઓણની સાલ તા ૨૨:૩:૨૦૧૮ને ગૂરૂવાર ચૈત્ર સૂદપાંચમ ની રાત્રે ખાદલી ઉપર ના ચિત્ર પ્રમાણે જોવા મળશે ખાદલી નૂ ચિત્ર જોતા એવૂ લાગે છે કે ભરઉનાળે વરસાદ માવઠા સ્વરૂપે થાય ત્યારે ક્રુતીકા નક્ષત્ર ચાલૂ હશે. ચોમાસામા પાછોતરા વરસાદ સારા છે. ચિત્ર પ્રમાણે વસિયાત માલના ગાડાથી આગળ ચાલે છે તે જોતા ખેત ઉત્પાદનમા ઘટાડો જોવા મળેવસિયત માલ ના ગાડા ની સામૂજોયને ચાલે છે તે જોતા બજારભાવ સારા મળશે ચિત્રમા વસિયાત છોકરાની નજીકથી ચાલે છે તે જોતા માનવ સામૂદાયપર મૂશ્કેલીના એંધાણ દર્શાય છે. આકાશ દર્શન વષોથી ચાલતી પરંમ પરા છે જેના ઉપરથી તારણ સંભાવના શકયતાઓ દર્શાવી શકાય છે બાકી બધૂ કૂદરતી છે. કિશોરભાઈભાડજા (મો. ૯૫૮૬૫૯૦૬૦૧)ગામ નેસડા ખાનપર તા. ટંકારા જી. મોરબીછે.

(11:46 am IST)