સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

જામકંડોરણાના ઇશ્વરીયા ગામના ૮૦ વર્ષના ચકુભાઇ પટેલે ૧૦ વર્ષમાં ૧૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરી વૃધ્ધત્વને યુવાનીમાં બતાવ્યું

ધોરાજી તા. ર૧: જામકંડોરણા તાલુકાના ઇશ્વરીયા ગામના ૮૦ વર્ષના વૃધ્ધ યુવાનોને સરમાવે એવી વિશ્વ વન દિવસે કામગીરી કરતા આ વિસ્તારના લોકો  ખણી ખમ્મા કરે છે.

ઇશ્વરીયા ગામે રહેતા ખેડુત પુત્ર ચકુભાઇ પટેલએ વિશ્વ વન દિવસે જાણે પોતાનું  જીવન પર્યાવરણ રૂપી બતાવી દીધું છે. નાના એવાગામમાં રહેતા ચકુભાઇ પટેલએ ૧૦ વર્ષની સેવા કાર્યમાં ૧૦૦૦ થી વધારે વૃક્ષો વાવી આજે તેનુ જતન કરે છે.એજ ગૌરવની વાત છે.

તેવોએ જણાવેલ કે હુ નાના એવા ઇશ્વરીયા ગામાં રહુ છુ અને ખેતીકામ કરૃં છું જયારથી નાનો હતો ત્યારથી મને પર્યાવરણ પ્રત્યે અનેરો લગાવ હતો અંતે છેલ્લા ૧૦ વર્ષથી અમારા વિસ્તારમાં વૃક્ષોને વાવવાનો પ્રારંભ કરેલ જેમાં અંદાજે ૧૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા છે. અને એ જે વૃક્ષોને વાવ્યા છે.એનુ હુ સતત જતન કરૂ છું અને સાયકલ તેમજ મોટરસાયકલમાં હું નિકળુ ત્યારે પાણીના કેન સાથે રાખુ છું અને જયા જયા નવા વૃક્ષો વાવેલ હોય ત્યા ત્યા હુ પાણી પાવા પણ જાઉ છું જેના કારણે માત્ર ફોટો સેસન નહી પરંતુ ખરા અર્થમાં ૧૦૦૦ વૃક્ષનું વાવેતર સાચા અર્થમાં કરેલ છે

વિશ્વ વન દિવસે ચકુભાઇ પટેલ એ લોકોને સંદેશો પાઠવતા જણાવેલ કે જો આપણે ગ્લોબલ વાર્નીંગને ખરા અર્થમાં જાળવવુ હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવો પર્યાવરણથી તમામ જીવ સૃષ્ટીને શાંતિ છે ગુજરાતમાં રહેતો તમામ નાગરીક પોતાના જન્મ દિવસ પાર્ટીમાં ઉજવવાના બદલે એક વૃક્ષ વાવી ઉજવે અને તે વૃક્ષનું જતન કરે જેટલા વર્ષ જીવે એટલા વર્ષ એટલા વૃક્ષો વાવે તો આ દેશમાં કયારેય દુકાળ ન પડે.

ઇશ્વરીયા ગામે રહેતા ચકુભાઇ પટેલ અભણ છે અને પાંચ સંતાનોના પિતા છે જેમાં ૩ પુત્રો એન ર પુત્રી છે. જેમાં ૧ દિકરી ધોરાજીમાં સીડીપીઓ શારદાબેન દેસાઇ ફરજ બજાવે છે અને તેના પિતાનો તેમને ગૌરવ છે ૮૦ વર્ષની ઉમરે પણ યુવાનોને સરમાવે એવુ કાર્ય કરી રહ્યા છે.

(11:43 am IST)