સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

દેશનું કદાચ પહેલું ટેલિફોનિક બેસણું

સુરેન્દ્રનગર, તા. ૨૧ :. ધંધુકા તાલુકાના પીપળ નામના ગામમાં રહેતા ગણેશ અને ત્રિકમ માંગુકિયાના ૯૩ વર્ષના માતુશ્રીના અવસાન પછી બન્ને ભાઈઓએ માતુશ્રીના મૃત્યુ પાછળ રાખવામાં આવેલા બેસણામાં એક નવી પ્રથા અપનાવી હતી અને બન્ને ભાઈઓએ પરિવારના વડીલોની સહમતી સાથે ટેલિફોનિક બેસણું રાખીને માત્ર ફોન કરીને બેસણામાં હાજરી પુરાવાની સગાવહાલાઓને અરજ કરી હતી.

કદાચિત આ પ્રકારનું દેશનું આ પહેલું ડિજિટલ બેસણું હશે એવું કહી શકાય. આ બેસણાની જાહેરખબરમાં બન્ને ભાઈઓએ પોતાના ફોન-નંબર પણ પ્રસિદ્ધ કર્યા હતા જેથી લોકો ફોન પર સહાનુભૂતિ વ્યકત કરી શકે અને બેસણામાં હાજરી પુરાવી શકે.

આજના હરીફાઈના સમયમાં અને દોડાદોડીના જમાનામાં લોકો પાસે સમય ન હોય એટલે મંગુકિયા પરિવારે પોતાના માતુશ્રીનું બેસણુ આ રીતે રાખવાનું નક્કી કર્યુ હતું. જૂની પરંપરા કરતા તો ચોક્કસપણે એક નવી શરૂઆતની દિશામાં પહેલ સમાન ગણી શકાય છે.

(11:52 am IST)