સીસીટીવીએ ઉકેલ્યો ભેદઃ અબડાસાના ડુમરા ગામે પ્રૌઢ વિધવા ઉપર બળાત્કાર કરી લુંટ ચલાવનાર આરોપી ઝડપાયો
ગામના ૪ ર૧વર્ષીય યુવાને આચર્યુ કૃત્ય - અગાઉ ર વાર નિષ્ફળ રહેલા આરોપીએ ત્રીજી વખત ગુનાને આપ્યો અંતિમ અંજામ
ભુજ તા.ર૧ : અબડાસાના ડુમરા ગામે જૈનદેરાસર નજીક એકલી રહેતી પ્રૌઢ મહિલા ઉપર બળાત્કાર ગજારીને લુંટ ચલાવવાનાં ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે.
૧૬ દિવસ પહેલા બનેલા આ બનાવમાં પોલીસેગામનાં જ ર૧ વર્ષીય યુવાન વસંત શીવજીમહેશ્વરીની ધરપકડ કરી જૈન દેરાસરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ કરીને આરોપીને દબોચી લીધા બાદ આરોપી વસંતે સનસનીખેજ ખુલાસો કર્યો હતો.
પ૬ વર્ષીય પ્રૌઢ વિધવાના ઘરની સામે કડીયા કામ કરતા વસ઼તે આ કૃત્ય આચર્યા પહેલા અગાઉ પણ બે વાર આવો પ્રયાસ કર્યો હતો પણ તે સફળ થયો નહોતો. તે ત્રીજીવાર સફળ થયો અને રાત્રે તે બુકાની બાંધી ઘરમાં ઘુસ્યો હતો અને પ૬ વર્ષીય પ્રૌઢ વિધવા ઉપર બળાત્કાર ગુજારીને તેણે રોકડ રકમની લુંટ ચલાવી હતી. પોલીસે આરોપીને ઝડપ્યા બાદ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.