સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

શાપરમાં લોખંડની ડેલી પડતાં ઘવાયેલા ૮ વર્ષના કિશનનું મોત

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળમાં  રમી રહેલા આઠ વર્ષના બાળક પર લોખંડની ઝાપલી પડતાં ઇજા થતાં સારવાર હેઠળ હતો. તેનું મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં શોક છવાઇ ગયો છે.

શાપરમાં લિયાન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં પ્યારેલાલ યાદવ નામના પરપ્રાંતિય યુવાનનો પુત્ર કિશન (ઉ.૮)૧૯મીએ સવારે કારખાના નજીક રમતો હતો ત્યારે અકસ્માતે લોખંડની ડેલી માથે પડતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત રાત્રે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી શાપર પોલીસને જાણ કરી હતી.

(11:28 am IST)