સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

શુક્રવારથી વિંછીયા નજીકના સરવા ગામમાં રામજી મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

વિંછીયા તા. ર૧ :.. બોટાદ તાલુકાના અને વિંછીયા નજીક આવેલા સરવા ગામમાં તા. ર૩ ને શુક્રવારના શ્રી સરવા નવા રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું રૂડુ ધર્મભીનું આયોજન થયું છે. આ પ્રસંગે તા. ર૧ ના રાત્રે ૯ વાગ્યે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ તા. રર ના રાત્રે ૯ વાગ્યે ભવ્ય સંતવાણી જેમાં અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી અને નવનીત શુકલ, સહિતના કલાકારો ભજન ગંગામાં સૌને ભીંજવશે.

તેમજ તા. ર૩ ના સવારે ૯ વાગે પ.પૂ. મહંત શ્રી નિર્મળાબા વિસામણબાપુની જગ્યા પાળીયાદ સહિતના સંતોનાા સામૈયા થશે. આ પ્રસંગે તા. ર૩ ના બપોરે ૧ર કલાકે સરવા ગામ ધુમાડો બંધ રાખેલ છે.

આ પ્રસંગે સૌ ભાવિક ભકતોને પધારવા સરવા ગામ સમસ્તનું ભાવ ભર્યુ હાર્દિક નિમંત્રણ છે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

જીવદયા પ્રવૃતિ

એમ. બી. અજમેરા હાઇસ્કુલ અને એચ. પી. કે. હા. સે. સ્કુલ વિંછીયા ખાતે પંખી માટે પાણીના કુંડ-ચણ માટે ડીસ તેમજ રહેવા માટે માળા વિતરણ આચાર્ય બી. કે. પરમાર તેમજ પર્યાવરણ પ્રેમી બી. એમ. રાઠોડના હસ્તે કરાતા જેનો લાભ વિંછીયા તાલુકાના આજૂબાજૂના ગામડાના લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો.

માતાજીનો માંડવો

વિંછીયા પીંગલા ધાર ખોડીયા મંદિર માં માતાજીનો ભવ્ય નવરંગો માંડવો યોજાયો હતો. આ પ્રસંગે દર્શન અને પ્રસાદ લેવા માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

(11:28 am IST)