સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં ઇનામ પ્રોજેકટ અંતર્ગત ખેડૂત માર્ગદર્શન શિબીર

ઉપલેટા :.. માર્કેટીંગ યાર્ડ ખાતે ચેરમેન માધવજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઇનામ પ્રોજેકટ અંતર્ગત એક ખેડૂત શિબીર મળેલ જેમાં ઉપસ્થિત મોટી સંખ્યાના ખેડૂતો અને વેપારીઓને સંબોધતા યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલે જણાવેલ કે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ખેડૂતો માટે સતત વિચારીને ખેડૂતોના હિત માટે પાક વિમા ટેકાના ભાવની જણસીની ખરીદી ખેડૂત શિબીરો, સબસીટી, સિંચાઇના પાણી, લાઇટ સહિતની સહાયો અને ખેડૂતોના ઉત્કર્ષની આવી જૂદી જૂદી યોજનાઓ દ્વારા ખેડૂતોના હિત માટે જે પ્રયાસો કરે છે તે આવકાર્ય છે આ પ્રસંગે વાઇસ ચેરમેન રાજાભાઇ સુવા, સેક્રેટરી રાજ ઘોડાસરા, નરશીભાઇ મુંગલપરા વિગેરેએ પણ પ્રાસંગીક પ્રવચનો કરી ખેડૂતોને માર્ગદર્શન આપેલ હતું તેમજ એનએફસીએલ.ના સ્નેહલ પટેલે પણ ખેડૂતોને માર્ગદર્શન આપેલ હતું. આ તકે નિકુલભાઇ ચંદ્રવાડીયા સહિતના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા શિબિરનો મોટી સંખ્યાના ખેડૂતોએ લાભ લીધેલ હતો. શિબિરને સફળ બનાવવા યાર્ડના કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર ભોલુ રાઠોડ -ઉપલેટા)

(11:27 am IST)