સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

કાલાવડમાં ચેટીચાંદની ઉજવણી

કાલાવડ : સિંધી સમાજ દ્વારા શ્રી ઝુલેલાલની જન્મ જયંતી ચેટીચાંદની ઉજવણી શિતલા કોલોની ખાતે કરવામાં આવેલ હતી. સમાજ દ્વારા પુજા - અર્ચના તેમજ સિંધી સમાજના ભાઇઓ અને બહેનોએ નાચ-ગાનથી ઝુમી ઉઠયા હતા. મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ મુકતાબેન ફળદુ, શહેર ભાજપના મંત્રી અભિષેકભાઇ તેમજ સદસ્ય હરિશ્ચંદ્રસિંહ જાડેજા, અજમલભાઇ, અશ્વિનભાઇ, મનોજભાઇ પરમાર અને હસુભાઇ વોરાએ હાજરી આપેલ હતી. સિંધી સમાજના હેમરાજભાઇ, રાજુભાઇ, કનૈયાલાલભાઇ તેમજ સિંધી સમાજના યુવાનોએ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

(9:47 am IST)