સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

મોરબી જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીના સમયમાં વધારો :માર્ચમાં કામગીરીનું ભારણ વધતા લેવાયો નિર્ણય

તમામ કચેરીમાં સવારે 10 થી સાંજના 6-10 કલાક સુધી નોંધણી માટેનો સમય નક્કી કરાયો

મોરબી :મોરબી જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીના કામકાજના સમયમાં વધારો કરાયો છે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ નો છેલ્લો માસ માર્ચ મહિનામાં કામગીરીનું ભારણ વધતા સબ રજીસ્ટ્રાર કચેરીના કામકાજના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જે અંગે જીલ્લા કલેકટર દ્વારા તમામ સંબંધિત કચેરીને આદેશ આપવામાં આવ્યો છે

  મહેસુલ વિભાગની સૂચનાનુસાર મોરબી જિલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં માર્ચનાં નોંધણી કામગીરીનાં ધસારાને પહોંચી વળવા માટે જિલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સવારના ૧૦ કલાકથી સાંજના ૬-૧૦ કલાક સુધી નોંધણી કામગીરી માટેનો સમય નક્કી કરાયો છે જેનો તમામ જાહેર જનતાને લાભ લેવા મોરબી જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવેલ છે.

(10:15 pm IST)