સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

ખંભાળિયામાં 100 ખેડૂતોનું ઉપવાસ આંદોલન ;છ મહિના થયા છતાં મગફળીના રૂપિયા ચૂકવાયા નથી

ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોનું 72 કલાક સુધી પ્રતીક ઉપવાસ આંદોલન

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 100 જેટલા ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ 72 કલાક સુધી પ્રતીક ઉપવાસ આંદોલન કરીને માંગ કરી હતી કે તેમને મગફળીના પોષણક્ષમ ભાવ મળે. ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો છે કે જમીન માપણીમાં ભૂલોને કારણે પરેશાની ભોગવવાનો વારો આપ્યો છે        

    ખેડૂતોએ ખંભાળિયાના જોધપુરમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ઉપવાસ આંદોલન શરૂ કર્યુ. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદીને 6 માસ જેટલો સમય થવા છતાંય તેમના પૈસા ચૂકવાયા નથી. અનેક ખેડૂતોને મગફળી કેન્દ્ર પર આપવાના મેસેજ આવ્યા પરંતુ મગફળી લેવાતી નથી. એટલે હજારો ટન મગફળી યાર્ડમાં ધૂળ ખાઈ રહી છે.

(11:15 pm IST)