સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th February 2020

હળવદના ચિત્રોડીમાં દીકરીને ફોન કરી હેરાન કરવા મુદે બોલાચાલી થયા બાદ ચાર શખ્શોએ હુમલો કર્યો

ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

હળવદના ચિત્રોડી ગામે દીકરીને ફોન કરી હેરાન કરવા મુદે બોલાચાલી થયા બાદ ચાર શખ્શોએ હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

હળવદના ચિત્રોડી ગામના રહેવાસી જીવણભાઈ છેલાભાઈ ગેલડીયા (ઉ.વ.૨૩) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને આરોપી વચ્ચે ફરિયાદીના દાદા જહાભાઈની દીકરીને ફોન કરી હેરાન કરતો હોય તે બાબતે બોલાચાલી કરી આરોપી હસુભાઈ જેસીંગભાઈએ ધારિયાનો ઘા કરી ઈજા કરી તેમજ આરોપી સુરેશ હસુભાઈ અને પ્રવીણ હસુભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ચનાભાઈ જેસિંગભાઈ રહે બધા ચિત્રોડી તા. હળવદ વાળાએ એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:11 am IST)