થાનનાં ઉંડવીમાં દારૂના નશામાં પિતરાઇ ભાઇની હત્યા
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૧ :.. થાન તાલુકાના વિજળીયા ગામની સિમમાં ઉડવી ગામના રહેવાસી મેરાભાઇ કરમશીભાઇ કોળીની હત્યા કરાયેલ. લાશ મળી આવતા. થાન પોલીસને જાણ કરી મળતા ઉંડવી ગામની સિમમાં થાન પોલીસ દોડી ગયેલ હતા.
જયારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા મેરાભાઇ કરમશીભાઇ કોળીને ઉંડવી ગામના જ રહેતા તેના કુટુંબીક ભાઇ ખેતાભાઇ સવજીભાઇ કોળી સાથે આ અગાઉ ઝઘડો થયેલ હતો. જે બાબતમાં મેરાભાઇએ આ ખેતાભાઇના પરિવારને માર મારવાની ઘટના અગાઉ બનેલ હતા.
આ બાબતે કુટુંબીક ભાઇઓમાં મનદુઃખનાં પ્રસંગ બનેલ હતો જયારે વેરની વસુલાત લેવા માટે ખેતાભાઇ કોળી મોકો શોધતા હતાં.
જયારે ખેતાભાઇ મેરાભાઇ કોળીને વિજળીયા ગામમાં વાડી વિસ્તારમાં દારૂ પીવા ગયા હતા અને આ બન્ને દારૂનો નશો કર્યા બાદ વેરની આગ ખેતાભાઇએ મેરાભાઇ કોળી ઉપર કુહાડીના ઘા મારી અને વિજળીયા ગામમાં મેરાભાઇ કોળીનું ઢીમ ઢાળી દેવામાં આવેલ હતું. હત્યા કરી ખેતાભાઇ કોળી હાલમાં ફરાર થઇ ગયા છે થાન પોલીસે ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. (પ-ર૩)