સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

જામનગરમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુન્હો :દરેડમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો મામલે ફરિયાદ નોંધાવી હતી સુઓમોટો અંતર્ગત તંત્ર દ્વારા કાર્યવાહી

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર::: જામનગરમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુન્હો નોંધાયો છે.  થોડા દિવસો પૂર્વે કલેકટર અને SPએ દરેડ ખાતે દબાણ થયેલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. દરેડમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો મામલે  ફરિયાદ નોંધાવી હતી સુઓમોટો અંતર્ગત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

       પંચકોશી બી ડીવીઝનમાં 64 વ્યક્તિઓ સામે નામજોગ ગુન્હો નોંધાયો છે. રેવન્યુ વિભાગના અધિકારી  ફરિયાદી બન્યા છે.

(4:52 pm IST)