સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

પોરબંદરના દરિયાઇ વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએથી ર વ્યકિતના મૃતદેહ મળ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.ર૧ : પોરબંદરના દરિયાઇ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએથી ર વ્યકિતના મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોરબંદરના સમુદ્ર કિનારેથી આજે બપોરે અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે જયુબેલી પુલ નીચેથી પણ એક ગુમ વ્યકિતનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બન્ને મૃતદેહોને ખલાસીઓએ ખાડીમાંથી બહાર કાઢીને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે. આ બંને મૃતદેહોના વાલી વારસની શોધખોળ હાથ ધરાઇ છે.

(4:07 pm IST)