સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

ઉનાનાં તબીબ પૌત્રી શુભાંશીએ નાસાની સ્પર્ધામાં ઇનામ જીત્યું: દેશનું વધાર્યું ગૌરવ

રોબોટનું વર્કિંગ મોડલ તૈયાર કર્યું જે ભૂકંપ બાદ ઇમારતોના કાટમાળમાંથી માણસને શોધી શકે.

ઉના : જાણીતા તબીબ ડૉ. નંદલાલભાઇ ગોંદાણીની પૌત્રી શુભાંશી નિલેષભાઇ ગોંદાણીએ એક ખુબ જ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જૂનાગઢની સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં ભણતી હતી ત્યારે એક એવા રોબોટનું વર્કિંગ મોડલ તૈયાર કર્યું હતું. જે ભૂકંપ બાદ ઇમારતોના કાટમાળમાંથી માણસને શોધી શકે.

આ મોડેલને અમેરિકાનાં ટોરેન્ટો ખાતે યોજાયેલી વિશ્વકક્ષાના પ્રોજેક્ટ પેરાડિમ ચેલેન્જ નામની સ્પર્ધામાં મોકલાયું હતું. જેને જજીસ દ્વારા એવોર્ડ અપાયો હતો. આ સ્પર્ધામાં વિશ્વની 200 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં શુભાંશીની ટીમ ટોપ 20માં સ્થાન મેળવ્યું હતું. દરમિયાન 2020માં તેણે અમેરિકાની નોર્વેસ્ટ યુનિવર્સિટીમાં સાયન્સ એડમિશન મેળવ્યું હતું.

પ્રથમ સત્રમાં ઓનલાઇન અભ્યાસ કર્યો તેમાં તે 250 વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઇ હતી. જેથી યુનિવર્સિટીએ અમેરિકન સરકારને શુભાંગી ગોદાણીવિઝા માટે ભલામણ કરી હતી. 21 ડિસેમ્બર 2020 ના તેનાવિઝા મળતા તે 3 જાન્યુઆરી 2021 ના રોજ શિકાગોમાં યુનિવર્સિટીમાં હાજર થઇ હતી. આ સાથે તે અમેરિકાની અવકાશી સંસ્થા નાસાની પેરાડિગમ ચેલેન્જમાં બીજા નંબરે આવી હતી. જે અવકાશયાત્રી 60 દિવસથી વધારે અવકાશમાં રહ્યા હોય તેના પ્રમુખ સ્થાને આ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં શુભાંશીને 15 લાખનું ઇનામ મળ્યું હતું.

(1:51 pm IST)