સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

પોરબંદરના સુપ્રસિધ્ધ સુદામાજી મંદિરના ૧૨૨માં પાટોત્સવની સાદગીપૂર્ણ ઉજવણીઃ શાસ્ત્રોકત વિધિ ગીતા પાઠ ધ્વજારોહણ યોજાયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: સુપ્રસિધ્ધ સુદામાજી મંદિરના ૧૨૨માં પાટોત્સવની કોરોના મહામારીને લીધે સરકારની ગાઇડ લાઇન મુજબ અતિ સાદગીપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવમાં મંગળા આરતી બાદ શાસ્ત્રોકત વિધિ, વૈદિક મંત્રોચ્ચાર ગીતા પાઠ તથા ધ્વજારોહણ કરેલ હતું.

આજ થી ૫,૦૦૦ વર્ષ પૂર્વે કૃષ્ણ યુગમાં ભ્રામળ કુંળમાં શ્રીદામાં યાને સુદામાનો જન્મ થયો અને તેમનો જન્મ પોરબંદરમાં થયેલ આ બાલ્ય કાળમાં શ્રી કૃષ્ણ અને સુદામા યાને શ્રીદામા ઉજ્જૈન (યુ.પી.) સાંદિપની ઋષિને ત્યાં સાથે વિદ્યા અભ્યાસ કરતા અને સુદામા શ્રી કૃષ્ણના નીૅં શ્કામ ભકત હતા. તેમનું આ વર્ણન શ્રી મદ ભાગવત માં અને સ્કંદ તેમજ આધ્ય કવિ ભ્રમાનંદ કાવ્ય રચના ( ભજન ) માંથી મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી કૃષ્ણનો જન્મ યુ.પી. મથુરા કારાવાસ ( જેલ ) માં થયેલ જયારે સુદામા જમુદ્વિપ હાલમાં સૌરાષ્ટ્રનાં પશ્ચિમમાં પોરબંદર અસમાવતી નદી અને અરબી સમુદ્રના પવિત્ર સંગમ સ્થાન પોરબંદરના જે તે સમયે પોરબંદરનું નામ સુદામાનગરી તરીકે પ્રચલિત થયેલ આ શહેરનું નામ રામાયણ કાળમાં મહર્ષિ વાલ્મિક ઋષિએ અસ્મિત નગરી તરીકે કે અન્ય રીતે દર્શાવેલ આ શહેરનો સબંધ પોરાનિક ધર્મ શાસ્ત્રો સાથે સબંધ જોવા મળે.

શ્રીમદ ભાગવતમાં અસ્માંવતી નદીનો ઉલેખ છે. એવા પ્રાચીન શહેરમાં આજે  સુદામા મંદિરનો જીણનોધાર થયેલ અને આ જીણનોધાર કરવા માં આવ્યો ત્યારે પોરબંદર ના શ્રેષ્ઠી દશા શ્રીમાળી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સ્વ. મોતીચંદ કપુરચંદ ગાંધી તથા સ્વ. નેમીદાસ કલ્યાણજી (જરીવાલા)એ રાજવી સ્વ. રાણા ભાવસિંહજી માધોસિંહ જેઠવા પાસે થી આશરે ૧૦,૦૦૦ ચોરસ વાર મેળવેલ તેમાં ચોક્કસ શરત છે કે, સુદામા મંદિર ના દર્શન બહાર થી આવનાર યાત્રાળુ કે પર્યટકો સેહલાઈ થી કરી સકે જેથી કોઈ પણ જાત નું બાંધકામ કરવું નહી ખુલ્લું રાખવું અને આરક્ષિત રાખવા મંદિર જોઈ સકાય તે રીતે દીવાલ રાખવી અને દરવાજા રાખવા આ મંદિર ની બાંધણી થય ત્યારે હાલ ના પચીસ પૈસા અને જેતે સમયે ચાર આના ની લોટરી બહાર પાડવા માં આવેલી તે રીતે દ્રવ્ય મેળવી આ મંદિર બાંધવા માં આવ્યું મંદિર શિખરબંધ છે. મંદિર ની બાંધણી એવી છે કે, પ્રાચીન કેદારેશ્વર મહાદેવ મંદિર અને સુદામા મંદિર સામ સામે છે. અને સુદામા મંદિર માં બિરાજતા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ના દર્શન કેદારેશ્વર મહાદેવ કરી શકે અને કેદારેશ્વર મહાદેવ પણ દામોદર લાલજી ને રૂક્ષ્મણીજી ના તેવી રીતે સામ સામે બાંધણી છે.

સુદામા મંદિરમાં મંદિરના પગથીયા ચડતા જમણી બાજુ જ્ઞાન વાવ અને મહાદેવ નું મંદિર છે. તેમજ અન્ય મંદિરો માં ચામુંડા માતાજી પછી કમિયાઈ માતાજી અને એક દેવસ્થાન તેમજ પોરબંદર ના રાજવી ની છત્રી ભવ્ય આવેલ છે. પોરબંદર રાજય એ દ્યી લેબોરેટરી પણ સાકાર કરેલી જયારે પ્રાચીન કેદારેશ્વર મહાદેવ મંદિર ની બાંધણી સાથીયા આકાર ની છે. અને મંદિર ની સામે પાકી બાંધણી નું કેદાર કુંડ પણ આવેલ છે. દંત કથા એવી છે. આજ ની તારીખે અને આજ ના દિવસે પણ સુદામાજી અહી સ્નાન કરવા આવે છે. અને તેમની ચાકડી નો અવાજ કોઈ ભાગ્યશાળી ને સંભળાય છે. આ મંદિર ના પટાંગણ માં સૂર્ધન પુરુષો ના ડેરીઓ આવેલ છે. આ ઉપરાંત ભૂતનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, હનુમાનજી મંદિર, હાલ ના દસકા માં સની દેવ, ગણપતિ જી, ખોડીયાર માતાજી , શ્રી રામ, આધ્ય શકિત માં અંબાજી , સાઈ બાબા , રાધા કૃષ્ણ અને જલારામ બાપા , જલારામ બાપા અને મહાદેવ અને સુરધન પુરુષો ની અને નવ યુગલ ની ખાંભી આવેલી છે. હાલ આ મંદિરનો કેદારેશ્વર મંદિર અને સુદામા મંદિરનું લોક ફાળાથી અને સરકાર દ્વારા થઇ રહેલ છે.

સુદામા મંદિર ના પટાંગણ માં મહત્વ પૂર્ણ ભૂલ ભૂલામનિ યાને શાસ્ત્રોકત સ્વર્ગ સીડી પણ જમીન માં બેસાડેલી છે તેની પણ શાસ્ત્રોકત રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભારત માં ધાર્મિક મંદિર માં એક માત્ર પોરબંદર માં જ આ ભૂલ ભુલામનિ યાને સ્વર્ગ સીડી આવેલ છે. આ મંદિર ના બાંધકામ ચડતર થતું હતું ત્યારે એક એક પત્થર પર વિષ્ણુ સહસ્ત્રત નો પાઠ કરી ને ચણવા માં આવેલ છે. દામોદર લાલજીની મંદિર ના સમીપ સત્સંગ હોલ આવેલ છે. અને જેતે સમયે વિદ્વાન સંતો કથાકારો જ્ઞાન ગોસ્તી અને ધર્મ પ્રચાર માટે પધારતા સત્સંગ હોલ હયાત છે. સુદામા મંદિરમાં પટાંગણ માં લગભગ ૫૦ વર્ષ આસપાસ મહાવિષ્ણુ યાગ નું આયોજન પણ થયેલ.

હાલ આ મંદિર નો પાટોત્સવ પોરબંદર ના જથ્થાબંધ કાપડ ના વેપારી ઠા.હરિદાસભાઇ કુરજીભાઇ ( સ્વ. પોપટ ભાઈ) અને હાલ તેમના પરિવાર દ્વારા કરવા માં આવે છે. અને પાટોત્સવની પ્રેરણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ના ધર્મ આચાર્ય ની.ગો.શ્રી ગોવિંદરાયજી મહારાજ ના આશીર્વાદ થી પરિવાર ઉજવે છે. આ પરિવાર દ્વારા પ્રતિવર્ષ એક ભ્રામણ નું બહુમાન શ્રી ગોવિંદરાયજી મહારાજ ની પ્રેરણા થી કરવા માં આવે છે. આ પાટોત્સવ સમયે પ્રખર ધર્મ આચાર્ય પુષ્ટિ માર્ગ ના સ્વામિનારાયણ ના સંત અને શ્રેષ્ઠ શ્રીમદ્ ભાગવત કથાકાર તથા ઇતિહાસકાર ને નિમંત્રિત કરાય છે. અને ભ્રમકૂમારો અને ઋષિકુમારો દ્વારા શ્રી મદ ભગવત ગીતા જી નાં શ્લોકો અને વેદોકત મંત્રો દ્વારા અભિચિત કરાય છે. અને ધ્વજા આરોહણ વેદોકત મંત્રો સાથે તેમજ મહાઆરતી અને શૃંગાર સાથે કરવા માં આવે છે. અને સમાપન કાર્ય થાય છે.

ઉલ્લેખનિય અને નોંધનીય બાબત એ છે કે, સુદામા નગરી પોરબંદર માં સુદામા માજી ની પ્રતિમા નથી પણ તેમનું ચિત્રજી મંદિર ના દરવાજા પર છે અને આ ચિત્ર માં શ્રી કૃષ્ણ દ્વારિકા માં સુદામા જી પધારેલ ત્યારે તેમના સ્વાગત માં શ્રી કૃષ્ણ તેમના પગ ધુવે છે તે ભાવુક ચિત્ર છે. મંદિરનો જીણનોધર થયો તે સમયના ત્યાં ની શીલા લેખમાં સમયના શાલ સાથે તારીખ પણ દર્શાવી છે. ખાસ વિશિષ્ટતા રહી છે કે અનેક સાધુ સંતો સાથે કયારેક કયારેક સાધુ ના મોટા સંત યાને જમાત યાત્રા માં આવતી અને સુદામા મંદિર માં દિવસો સુધી રોકાતી અને ગાદી પતિઓ અને જમાત ને રેહવા માટે રૂમ ની વ્યવસ્થા પણ જે હાલ હયાત છે. અને પૂજારી પરિવાર રહે છે તેમાં કારણ કે હવે સંદ્ય કે જમાત આવતા નથી કેટલાક હઠ યોગીઓએ આ મંદિર ના પટાંગણ માં આક્રી તપસ્યા કરી છે ખડેશ્વરી પણ તપસ્યાઓ કરી છે.

કારતક સુદ પૂનમ પછી સુદામા મંદિરે અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. તેમાં પણ રાજસ્થાન ( મારવાડ) બંગાળ મહારાષ્ટ્ર તેમજ ભારત ના અન્ય રાજયો માંથી સંતો સાધુ વિધ્વનો આ સુદામા માં ની મંદિર ની મુલાકાત અચૂક લેતા હોઈ છે. ધર્મ શાસ્ત્ર માં સાત પૂરી પૈકી સુદામા પૂરી નું એક અનોખું મહત્વ રહેલ છે. કે ચાર ધામ યાત્રા કરે અને જો સુદામા મંદિર ને સિસ ન નામે તો તેની યાત્રા નું પુણ્ય ભોગવવા મળતું નથી. જયારે રાજસ્થાની ( મારવાડી ) અમુક જ્ઞાતિ માં પણ એવી માન્યતા છે કે જયાં સુધી પુખ્ત ઉંમરના પોહ્રચેલ યુવક સુદામા મંદિર ની છાપ પોતાના સરીર ન લગાડે ત્યાં સુધી તેમનો વિવાહ થાય નહિ. સુદામા ઉપરાંત દ્વારિકા અને ગિરનાર અંબાજી ની છાપ પણ લગાડવી પડે છે એ રીતે આ સુદામા મંદિર અને પાટોત્સવ ની ભવ્યતા રહી છે.

કારતક સુદ પૂનમથી શરૃં થયેલ યાત્રાળુ નો પ્રવાહ ફાગણ સુદ પૂનમ સુધી અવિરત રહે છે. પદ યાત્રા તેમજ યાંત્રિક વાહનો દ્વારા સંઘ આવે છે. પરંતુ અહી રહેવા માટે કોઈ ધર્મશાળા નથી એટલે રાત્રી રોકાણ કરવા માટે યાત્રાળુઓ સુદામા ચોકમાં ખુલા માં સુઈ રહે છે અને રસોઈ પાણી પણ કરે છે.

(1:33 pm IST)