ગોંડલ નવા યાર્ડમાં મજુર અને કર્મચારી વચ્ચે બબાલ થતા મજુરોએ હડતાલ પાડી દીધી
તસ્વીરમાં ગોંડલ યાર્ડ ખાતે મજુરોએ હડતાળ પાડી લેતા મોટી સંખ્યામાં માલનો ભરાવો થયેલો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
ગોંડલ, તા. ર૧ : ગોંડલમાં આવેલ નવા યાર્ડ ખાતે આજે કર્મચારી અને મજુરો વચ્ચે કોઇ કારણસર બબાલ થતા મજુરોએ હડતાળ પાડી દીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારથી ગોંડલ યાર્ડમાં હરરાજીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી આ દરમિયાન કર્મચારી અને મજુર વચ્ચે કોઇ કારણસર માથાકુટ થતા મજુરોએ હડતાલ પાડી દીધી હતી. રાજકોટ-જુનાગઢ હાઇવે ઉપર આવેલ ગોંડલના નવા માર્કેટ યાર્ડમાં મજુરોએ કામગીરી અટકાવી લેતા હરરાજી થયેલ માલમાં ઢગલે ઢગલા મેદાનમાં પડ્યા છે.
એવી પણ ચર્ચા થઇ રહી છે કે કોઇ મજુર થેલી ભરીને જતો હતો ત્યારે તેને કોઇ કર્મચારીએ ચેક કરવા માટે અટકાવતામા આ બબાલ થઇ હતી જો કે હજુ સુધી સતાવાર કોઇ જાહેર થઇ નથી.