સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડા સાથે સવારે ઝાકળવર્ષાઃ ગિરનાર ૪.૮ નલીયા ૬ ડીગ્રી

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા સૂર્યનારાયણના દર્શન બાદ હુંફાળુ હવામાન

રાજકોટ, તા. ર૧ : સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડા સાથે સવારે ઝાકળવર્ષા આજે પણ થઇ હતી. આજે ગિરનાર પર્વત ઉપર સૌથી નીચુ ૪.૮ ડીગ્રી, નલીયામાં ૬.૦, રાજકોટમાં ૧ર.ર, જુનાગઢ અને કેશોદમાં ૯.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પચણ ઝાકળવર્ધા યથાવત રહી હતી. જો કે ફરી તાપમાનનો પારો ૩ ડીગ્રી સુધી નીચે સરકીટ જતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સાથોસાથ ૧પ કીમીની ઝડપે પવન ફુંકાતા વાતાવરણ ટાઢુબોળ થતઇ ગયું હતું.

ગઇકાલ કરતા તાપમાનમાં ઘટાડો થયો છે. પારો ત્રણ ડીગ્રી સુધી ઘટી જતા સવાર સાંજ લોકો ઠંડીમાં લપેટાયા હતા. દરમિયાન આજે સવારે રાજકોટ, કેશોદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, દિવ, ઓખા, ભુજ, નલીયા, કંડલા સહિતના શહેરોમાં ઝાંકળવર્ષા થઇ હતી. ઝાકળવર્ષાના કારણે સવારમાં રસ્તા ભીના થઇ ગયા હતાં અને શિયાળુ સીઝનના જીરૂ, ઘઉં સહિતના પાકને ઝાકળવર્ષથી નુકશાન થઇ રહ્યું છે.

સૌરાષ્ટમાં કેશોદ સૌથી ઠડું શહેર બન્યું હતું. જયારે અન્ય શહેરોમાં તાપમાન ૧૦થી ૧૬ ડીગ્રીએ પારો સ્થિત થયો હતો અને પવનની ગતિ વધતા વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું હતું. કચ્છમાં ફરી ઠંડી વધતા લોકો ધ્રુજી ઉઠયા હતાં.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ સોરઠમાં આજે ઠંડી વધવાની સાથે ગાઢ ધુમ્મસનું પણ આક્રમણ થયુ હતુ. ગિરનાર ખાતે ૪.૮ ડિગ્રી કાતિલ ઠંડી નોંધાઈ હતી.

જૂનાગઢ ખાતે બુધવારે લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાન ઘટીને ૯.૮ ડિગ્રી થઈ જતા જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતું.

આજે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ .૭૭ ટકા થઈ જતા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાય ગયુ હતુ. ધુમ્મસની ચાદર વાતાવરણમાં સવારના આઠ વાગ્યા સુધી રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

જૂનાગઢમાં ગિરનાર પર્વત ખાતે ૪.૮ ડિગ્રી હાડ થીજાવતી ઠંડીથી સૌ કોઈ ધ્રુજી ઉઠયા હતા. હજુ પણ ઠંડી બોકાસો બોલાવે તેવી શકયતા છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૪.૮ ડિગ્રી.

નલીયા

૬.૦ ડિગ્રી.

અમદાવાદ

૧૪.૦ ડિગ્રી.

ડીસા

૧૩.૦ ડિગ્રી.

જુનાગઢ

૯.૮ ડિગ્રી.

વડોદરા

૧૬.૦ ડિગ્રી.

સુરત

૧૭.૪ ડિગ્રી.

રાજકોટ

૧ર.ર ડિગ્રી.

કેશોદ

૯.૮ ડિગ્રી.

ભાવનગર

૧પ.૯ ડિગ્રી.

પોરબ઼દર

૧ર.ર ડિગ્રી.

વેરાવળ

૧પ.૯ ડિગ્રી.

દ્વારકા

૧પ.૭ ડિગ્રી.

ઓખા

૧૬.૧ ડિગ્રી.

ભુજ

૧૩.ર ડિગ્રી.

સુરેન્દ્રનગર

૧૪.પ ડિગ્રી.

ન્યુ કંડલા

૧ર.૯ ડિગ્રી.

કંડલા એરપોર્ટ

૧ર.૧ ડિગ્રી.

અમરેલી

૧૧.૦ ડિગ્રી.

ગાંધીનગર

૧૧.પ ડિગ્રી.

મહુવા

૧૩.૩ ડિગ્રી.

દિવ

૧૩.૦ ડિગ્રી.

વલસાડ

૧૦.પ ડિગ્રી.

વલ્લભવિદ્યાનગર

૧૩.૪ ડિગ્રી.

(1:27 pm IST)