સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

વેકસીન કામગીરી વચ્ચે અમરેલી આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલની બદલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૨૧ :. જિલ્લામાં કોરોનાના વેકસીનેશનની ચાલી રહેલી કામગીરી વચ્ચે આજે સરકાર દ્વારા અમરેલીનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલની ગાંધીનગર ખાતે નાયબ નિયામક રૂરલ હેલ્થ કમિશ્નર આરોગ્યની કચેરી ગાંધીનગર ખાતે બદલી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હડકવા વિરોધી રસી માટે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વિધાનસભામાં રજુઆત થઈ હતી અને કોવિડના દર્દીઓને હોમ કવોરન્ટાઈન કરવાના મામલે પણ શ્રી પટેલ સામે ઉહાપો થયો હતો. હાલમાં તેમની જગ્યાએ જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પટેલને તેમનો ચાર્જ અપાય તેવી શકયતા છે. શ્રી જયેશ પટેલ વહીવટી, સુજબુજ અને કુનેહ ધરાવે છે અને તેમને સુંદર કામગીરી કોવિડમાં કરેલછે.

ધરપકડ

અમરેલી જિલ્લામાં દારૂની પ્રવૃતિ સામે કડક પગલા ભરવા એસ.પી. નિર્લીપ્ત રાય દ્વારા અપાયેલ સૂચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં ડ્રિંકસ એન્ડ ડ્રાય દરમ્યાન જુદા જુદા સ્થળોએથી ૪૨ લોકોને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

(1:27 pm IST)