સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

કેશોદમાં વિજયભાઇના હસ્તે ૨૫ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૧ : કેશોદ આઈ. ટી. આઈ. ગ્રાઉન્ડમાં વિકાસ કામોના ખાત મુહૂર્ત લોકાર્પણના યોજેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવી પહોંચતાં લોકો એ તાળીઓના ગડગડાટ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતુ.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ દશ લાખ કુટુંબો ના પચાસ લાખ લાભાર્થીઓ સાથે એકસો એક તાલુકાઓના લાભાર્થીના અભિવાદન સમારોહ મુખ્યમંત્રીની હાજરીમાં કેશોદ ખાતે યોજાયો હતો.

કેશોદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે આ સરકાર ભય, ભુખ અને ભષટાચાર દુર કરનારી સરકાર છે. અને તે ગરીબ અને નબળા વર્ગના લોકો ભુખ્યા ન રહે તેની સતત ચિંતા કરે છે. એટલા માટે તો લોકડાઉન દરમિયાન કોઈ પણ વ્યકિત પછી તે ગરીબ હોય કે ન હોય તેની પાસે કુપન હોય કે ન હોય તો પણ અમારી સરકારે આવા તમામ પરિવાર ને ત્રણ માસ સુધી રાશન આપ્યું છે. આજે પણ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળ વધુ દશ લાખ કુટુંબોના પચાસ લાખ લાભાર્થી કુટુંબો જોડી રાજયના ૧૦૧ તાલુકાઓમાં લાભાર્થીને અનાજ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. અમારી સરકારે ગરીબો પિડીતો શ્રમિકોને મદદ ઉપરાંત વિધવા બહેનો દર મહિને રૂપિયા બારસો સહાય આપી તેમના માટે એક સંવેદના પ્રગટ કરી છે. ત્યારે જ અમો કહીએછીએ કે અમારી સરકાર સંવેદનશીલ છે અને આજે પુરી સંવેદના સાથે લોકોના કામ કરી રહી છે.

મુખ્ય મંત્રીશ્રીએ જુનાગઢ વંથલી અને કેશોદ તાલુકાના રોડ રસ્તાના રૂપિયા પચીસ કરોડથી વધુના કામોનું ઈ-લોન્ચીંગ દ્વારા ખાતમૂુહૂર્ત કરવામાં આવ્યું હતુ. જેમાં વંથલીનુ સેવા સદન, વંથલી તાલુકા પંચાયત,વંથલી સામુહિક આરોગ્ય કેન્દ્નુ ખાતમૂહર્ત તથા ચોકી સોરઠ રોડ ઉબેણ નદી પુલનુ, ખડીયાથી પાતાપુર રોડ, બગસરાથી મંડેર રોડ તથા બગસરાથી ઈસરા રોડના વિકાસ કામોનુ ખાતમૂહુર્ત કરેલ હતુ.

આ કાર્યક્રમમાં પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા, પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડા તથા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને જિલ્લાના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમ સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ગોઠવાયો હતો.

(1:22 pm IST)