સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં મજૂરો અને કર્મચારી વચ્ચે ભારે બબાલ : કામકાજ ઠપ્પ

રાજકોટ - જૂનાગઢ હાઈવે ઉપર આવેલ ગોંડલના નવા માર્કેટ ગાર્ડમાં મજૂરો અને કર્મચારીઓ વચ્ચે કોઈ બાબતે બબાલ થયાનું જાણવા મળે છે : મજૂરોએ કામ બંધ કરી દેતા આજે હરરાજી થયેલા માલના ઢગલા ગ્રાઉન્ડમાં પડ્યા છે : આ લખાય છે ત્યારે બપોરે ૧૨:૩૦ વાગ્યે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી : કર્ણોપકર્ણ એવી ચર્ચા છે કે કોઈ મજૂર થેલી ભરીને જતો હતો ત્યારે તેને કોઈ કર્મચારીએ ચેક કરતા આ બબાલ થઈ છે : જો કે સત્તાવાર કશુ જાણવા મળતુ નથી.

(1:12 pm IST)