સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

વોરા કોટડાના યુવાનોએ જાત મહેનત જિંદાબાદ કરી નદી ઉપરની રાજવી કાળની ધાબીનું સમારકામ કર્યું

અનેક રજૂઆતો છતાં તંત્રનું પેટનું પાણી હલ્યંુ ન હતું

ગોંડલ તા. ૨૧ : ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે આવેલ ગોંડલી નદી ઉપરની રાજવી કાળની બેઠી ધાબી ભારે પુરના કારણે જર્જરિત બની હોય તંત્રને અનેકો રજુઆત કરવા છતાં રીપેરીંગ ન કરતા ગામના યુવાનો એ જાત મહેનત જીંદાબાદ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વોરકોટડા ગામે ગોંડલી નદી ઉપરની રાજાશાહી વખતની બેઠી ધાબી ઉપર ચોમાસા દરમ્યાન ચાર પાંચ ફૂટ પાણી વહેતુ હોય છે ગ્રામજનો દ્વારા પુલ માટે છેલ્લાં સાત વર્ષ થી રજુઆત કરવામાં આવતી હોવા છતાં તંત્ર દ્વારા પુલ તો ઠીક ધાબી ઉપર રીપેરીંગ કામ પણ કરવામાં આવતું ન હોય ગામના હસ્તીન ભંડેરી, હરેશ ધરેજીયા, મયુર ગોલતર, ઉદય ગુજરાતી, કાળુભાઈ ભંડેરી, હુકાભાઈ શીંગળા, રોહિત નાકિયાં, મુકેશ સરવૈયા, ભાવેશ ભાસા સહિતના યુવાનો એ જાત મહેનત જીંદાબાદ કરી સમાર કામ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ તકે ભાવેશભાઈ ભાસા એ જણાવ્યું હતું કે ગામનો કોઝવે તૂટી ગયો હતો ત્યારે સરકારના પ્રતિનિધિ રાજકોટ જીલ્લા પંચાયતના DDO એ ગત વર્ષે મુલાકાત કરી હતી. ગ્રામજનોને બાહેંધરી આપી હતી કે આ કોઝવે માટે તાત્કાલિક સિમેન્ટ નું કવર વાટા કરી આપીશું એ વાતને પણ વર્ષ વિત્યું હોવા છતા પણ સરકારના પેટનું પાણી હલ્યું ન હતું.

(11:55 am IST)