સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

ઉનામાં દરિયાને પ્રદુષણ મુકત કરવાના સંદેશા સાથે આવેલા ૧૭ સાઇકલ યાત્રિકોનું સ્વાગત-સન્માન

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૧ :.. કોરોના રસી અંગે જાગૃતિ ફેલાવવા તથા દરિયાને પ્રદુષણ મુકત કરવા માછીમારોને જાગૃતતા લાવવા ૧૭ સાયકલ વીરોની ઉનામાં આવતા લુહાર સમાજ દ્વારા સ્વાગત સાથે સન્માન કરાયું હતું. કચ્છના નારાયણ સરોવરથી શરૂ થયેલ ૧૩૦૦ કિ.મી.ની સાયકલ રેલી દમણમાં પૂર્ણ થનાર છે.

ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, ગુજરાત યુથ ફોરમ, યુબીસેફ તથા વિવિધ સંગઠનોનાં સહકારથી દરીયામાં પ્લાસ્ટીક કચરો ના નાખી દરિયાને પ્રદુષણ મુકત કરવા દરીયાઇ જીવોની રક્ષા કરવા ત્થા કોરોના રસી અંગે જાગૃતતા માછીમારો આવે તે માટે કચ્છનાં નારાયણ સરોવર થી કલ્પેશભાઇ શશીભાઇ સિધ્ધપુરા (ઉના) તથા ૧૩ યુવકો અને ૩  યુવતીઓએ ૧૩૦૦ કિ.મી. દરીયાકાંઠાની સાયકલ રેલીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પ્રસ્થાન કરાવેલ હતું.  સાયકલ યાત્રામાં વચ્ચે આવતા દરિયા કિનારાનાં ગામોમાં રહેતા માછીમારોને દરીયાને પ્રદુષણ મુકત કરવ પ્લાસ્ટીકનો કચરો દરીયામાં ના નાખવ સમજાવેલ અને દેશી કોરાના વેકસીન લેવા માટે લોકો ને જાગૃત કરેલ હતા તેમણે ૯૦૦ કિ. મી. સાયકલ રેલી પુર્ણ કરી ઉનામાં આવતાં સમગ્ર લુહાર સમાજ ઉના દ્વારા સ્વાગત કરી ફુલહાર પહેરાવી સન્માન ઉનાનાં આગેવાો એ કર્યુ હતું. વહેલી સવારે દિવ થઇ મહુવા રાત્રી રોકાણ કરશે દમણ ૧૩૦૦ કિ.મી. સાયકલ રેલીનું સમાપન થશે.

(11:49 am IST)