સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

ભાવનગરના બિલા ગામે દિપડો કુવામાં ખાબકયો

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૧ : ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં દીપડો કૂવામાં પડતા ફોરેસ્ટ ખાતા એ રેસ્કયુ કરી દિપડાને બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બેલા ગામે વાડી વિસ્તારમાં આવેલ ભીખાભાઈ હસનભાઈ કુરેશીની વાડીના કૂવામાં દીપડો પડ્યો હતો.

દીપડો પડતા વાડી માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ ખાતું દોડી આવ્યું હતું અને

ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું રેસ્કયુ કરવામાં આવ્યું અને દીપડાને પાંજરે પુરવામાં આવ્યો.૧ કલાકના રેસ્કયુ બાદ દીપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાનું રેસ્કયુ જોવા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટ્યા હતા.

(11:47 am IST)