News of Monday, 21st January 2019
જસદણ પાસના પાસના કન્વીનરે કર્યું બે રાઉન્ડ હવામાં ફાયરિંગ :સુનિલ ખોખરીયાની ધરપકડ
લગ્ન પ્રસંગે આટકોટમાં ભરબજારમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું.
જસદણમાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર સુનિલ ખોખરિયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ તેની ધરપકડ કરી લેવાઈ છે. સુનિલે આ ફાયરિંગ કર્યું ત્યારે મોબાઈલમાં કોઈ વિડીયો ઉતારતું હતું. જે બાદ સોશિયલ મીડિયામાં એકાએક વિડીયો ફેલાઈ ગયો હતો. અને પોલીસે પણ પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી.
લગ્ન પ્રસંગે આટકોટમાં ભરબજારમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. પહેલા પોલીસે ફરિયાદ નોંધવાનું કામ કર્યું હતું. ત્યારે સુનિલ ખોખરીયા પાટીદાર આંદોલનનો કન્વીર છે. જેને લઈને પણ આ સમાચાર વધુ ફેલાયા હતા.
(12:10 am IST)