સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

બાબરા શહેર અને તાલુકામાં કોરોનાનો હાહાકાર ૨૩ કેસ એકટીવ

બાબરા શહેર ૯ તાલુકા કક્ષાએ ૧૪ કેસ એકટીવ લોકોમાં ફફડાટ ફેલાયો કુલ આંક ૨૩૫

 (દિપક કનૈયા બાબરા દ્વારા) બાબરા,તા.૭ : પંથકમાં કોરોના મહામારી એ અજગરી ભરડો લીધો છે ત્યારસુધીમાં ૨૩૫ લોકોને કોરોના થયો છે ફરી થી મહામારી એ માજા મુકી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં  નવ કેસ એકટીવ છે

તાલુકામાં ૧૪ કેસ એકટીવ છે  નોખાં નોખાં ગ્રામી વિસ્તારમાં કેસ આવતા લોકો માં ફફડાટ ફેલાયો છે. કુલ આંકડો ૨૩૫ થયો છે  બાબરા શહેરમાં  સોશિયલ ડીસ્કેસન બાબતોનો લોકો ઉલાળિયો કરી દીધો છે   શહેરમાં ખુલ્લેઆમ લોકો માસ્ક માસ્ક પહેર્યા વગર ફરે છે.

 બાબરા પંથકમાં કોરોના કેસ વધી રહ્યા છે તંત્ર દ્વારા કોરોના વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું લોકો વેકસીન લે અને માસ્ક અવશ્ય પહેરે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(12:40 pm IST)