સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

જુનાગઢમાં કર્ફયુની કડક અમલવારી માટે પોલીસ તંત્ર સજ્જઃ પેટ્રોલીંગ

સાંજના ૭-૩૦ થી પોલીસ ખડેપગે રહેશેઃ એસપી

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ તા. ૭ : કોરોના બેકાબુ બનતા જુનાગઢ સહિત રાજયના ર૦ શહેરોમાં આજથી ૩૦ એપ્રિલ સુધી રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જુનાગઢ મહાનગરમાં કફર્યુની કડક અમલવારી માટે પોલીસ તંત્ર સજજ થયેલ છે.

કોરાના વકરતા સંક્રમણને ધ્યાને રાખી રાજયમાં ૩૦ એપ્રિલ સુધી કર્ફયુ ઉપરાંત રાજકીય અને સમાજીક મેળાવાડા ઉપર તાત્કાલીક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

રાજય સરકારના આદેશ મુજબ જુનાગઢમાં આજે રાતના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી સંપૂર્ણ પણે સંચાલ બંધી રહે છે.ે માટે પોલીસ તંત્ર એલર્ટ થયું છે.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વસીમ શેરીએ ટેલીફોનીક વાતચીત જણાવેલ કે, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની નિગરાની હેઠળ શહેર પોલીસનો સ્ટાફ કફર્યુની અમલવારી માટે સાંજના ૭-૩૦ વાગ્યાથી રહેશે.

તેઓએ વધુમાં જણાવેલ કે, તમામ નાકા પોઇન્ટ પર પોલીસ રહેશે અને સવારના ૬ વાગ્યા સુધી સતત પેટ્રોલીંગ કરીને કફર્યુનો અમલ કરવવામાં આવશે.

(12:39 pm IST)