સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

ભરઉનાળે આટકોટમાં પશુઓ માટેના પાણીના અવેડા ખાલી

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા.૭: આટકોટ પીવાના પાણીના અવેડા ખાલી ખમ હોય પશુઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આટકોટ જુના ખારચીયા રોડ તાલુકા શાળા પાસે આવેલા પશુઓનો પીવા પાણી અવેડા એક મહિનાથી ખાલી ખમ છે ઉનાળામાં ૪૧ ડીગ્રી તાપમાન છે.

પશુઓ પીવાના પાણી માટે વલર્ખા મારી રહ્યા છે રેઢીયાળ ઢોર પાણી વગર તડફી રહયા છે છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા આવતા નથી આવી કાળજાળ ગરમીમા પાણી વિના મરી જાય.ત્યારે લાલાભાઈએ જણાવ્યું હતું કે પાણી વિના ઢોર રજળી રહયા છે.

છતાંય કોઈ પગલાં લેવા આવતા નથી તેવું જણાવ્યું હતું વહેંલી તકે આનો ઉકેલ નહિ આવે તો અમે ગાંધી ચિંધ્યા મારગે ચાલી શું ઉપવાસ આદોલન કરી શકે તેવું જણાવ્યું હતું પાણી ભરવાની માગણી કરી હતી તસવીરોમાં અવેડા ખાલી ખમ નજરે પડે છે.

(11:38 am IST)